Fresher CV માં ૭ સામાન્ય ભૂલો, અને તેને કેવી રીતે સુધારવી
પહેલી નોકરી માટે HR પાસે એક CV જોવા માટે થોડી જ સેકન્ડ હોય છે. એટલા સમયમાં તમારું કામ ન દેખાય, તો CV બાજુ પર મુકાઈ જાય છે, ભલે તમારામાં આવડત હોય.
ઘણા ફ્રેશર્સના CV માં, કોમ્પ્યુટર એન્જિનિયર હોય કે ગ્રાફિક ડિઝાઇનર, આ સાત ભૂલો વારંવાર જોવા મળે છે. સારી વાત એ છે કે દરેક ભૂલ ૧૦ મિનિટમાં સુધરી શકે છે.
બિનજરૂરી અંગત માહિતી
પિતાનું નામ, જન્મતારીખ, ધર્મ, ઊંચાઈ, પૂરું સરનામું... આ બધું CV ની સૌથી કીમતી જગ્યા, એટલે કે ઉપરનો ભાગ, રોકી લે છે, અને નોકરી સાથે તેનો કોઈ સંબંધ નથી.
✗ આવું નહીંFather's Name: ... | Religion: ... | Height: 5'8" | Full address with pin code✓ આવું લખોPriya Mehta · 98XXX XXXXX (WhatsApp) · priya.mehta@gmail.com · Rajkotશું કરવું: નામ, મોબાઇલ, ઇમેઇલ, શહેર અને કામની લિંક પૂરતાં છે. કંપનીને બીજી માહિતી જોઈશે તો જોડાતી વખતે ફોર્મમાં માંગશે.
બધે ચાલે એવો, કૉપી કરેલો Career Objective
"Challenging environment" વાળું વાક્ય HR એ હજારો વાર વાંચ્યું છે. તેમાંથી ખબર જ નથી પડતી કે તમે કોણ છો અને કઈ નોકરી માંગો છો.
✗ આવું નહીંTo work in a challenging environment where I can utilise my skills for the growth of the organisation.✓ આવું લખોCommerce graduate skilled in Tally Prime and GST returns, looking for an accounts assistant role in a manufacturing company.શું કરવું: ફક્ત ૨ લીટી: તમે કોણ છો, તમારી મુખ્ય ૨-૩ skill, અને કઈ નોકરી જોઈએ છે.
Skills ની લાંબી અને સામાન્ય યાદી
"MS Office, Internet, Hard working" દરેક CV માં હોય છે, એટલે તમને અલગ નથી પાડતું. "Hard working" જેવો ગુણ skill નથી; તે તમારા કામમાંથી દેખાવો જોઈએ.
✗ આવું નહીંMS Office, Internet, Hard working, Team player, Quick learner✓ આવું લખોTally Prime · GST Returns (GSTR-1, 3B) · Advanced Excel (VLOOKUP, Pivot Tables)શું કરવું: તમારા ફિલ્ડની ૬ થી ૮ ચોક્કસ skill લખો, અને શક્ય હોય ત્યાં કૌંસમાં વિગત આપો.
પ્રોજેક્ટ અને ઇન્ટર્નશિપમાં ફક્ત નામ, પરિણામ નહીં
ફ્રેશર પાસે નોકરીનો અનુભવ ઓછો હોય છે, એટલે પ્રોજેક્ટ જ તમારો અનુભવ છે. ફક્ત નામ લખવાથી HR ને ખબર નથી પડતી કે તમે ખરેખર શું કર્યું.
✗ આવું નહીંInternship at XYZ Media✓ આવું લખોEdited 40+ Instagram reels for 6 brands; the best one crossed 1 lakh views.શું કરવું: શું કર્યું, કયા ટૂલથી કર્યું અને પરિણામ શું આવ્યું, શક્ય હોય તો આંકડા સાથે લખો. કૉલેજ પ્રોજેક્ટ, ફ્રીલાન્સ કામ કે ઘરના ધંધામાં કરેલું કામ પણ ગણાય.
ખોટું ઇમેઇલ, નંબર અને સ્પેલિંગની ભૂલ
મજાકવાળું ઇમેઇલ કે સ્પેલિંગની એક ભૂલ પણ HR ના મનમાં "બેદરકાર" છાપ પાડી દે છે. ઘણી વાર નંબર એક અંક ખોટો હોય અને ફોન જ નથી આવતો.
✗ આવું નહીંcuteboy143@gmail.com · "Responsibe" · "Rajkott"✓ આવું લખોpriya.mehta@gmail.com · spell-checked, read once by a friendશું કરવું: નામવાળું ઇમેઇલ બનાવો. નંબર WhatsApp પર છે કે નહીં તે લખો. મોકલતા પહેલાં CV કોઈ મિત્રને એક વાર વાંચવા આપો.
૩-૪ પાનાં, ભારે ડિઝાઇન, કે Word / ફોટામાં CV
Word ફાઇલ બીજા ફોનમાં ખૂલે ત્યારે ડિઝાઇન બગડી જાય છે, અને CV નો ફોટો વાંચવો અઘરો છે. ફ્રેશરના ૩ પાનાંમાં મોટા ભાગે ભરતી જ હોય છે.
✗ આવું નહીંresume final new (2).docx · 3 pages · a WhatsApp photo of the CV✓ આવું લખોPriya-Mehta-Video-Editor-CV.pdf · 1 pageશું કરવું: ફ્રેશરનો CV ૧ પાનાનો. સાદો, વાંચી શકાય તેવો ફોન્ટ. હંમેશા PDF માં મોકલો અને ફાઇલને તમારું નામ આપો.
તમારું કામ બતાવતી લિંક જ નથી
ડિઝાઇનર, એડિટર કે ડેવલપર માટે કામ જોવું એ જ સૌથી મોટો પુરાવો છે. "On request" લખશો તો HR માંગવાના બદલે આગળનો CV ખોલી લેશે.
✗ આવું નહીંPortfolio available on request✓ આવું લખોbehance.net/priyamehta · youtube.com/@priyaedits · github.com/priyamehtaશું કરવું: ડિઝાઇનર: Behance કે Instagram portfolio. વિડિયો એડિટર: YouTube કે Drive પર showreel. ડેવલપર: GitHub. બાકી બધા: LinkedIn. લિંક જાહેર (public) છે કે નહીં તે એક વાર ખોલીને ચકાસો.
એક છેલ્લી ટિપ
દરેક નોકરી માટે આખો CV બદલવાની જરૂર નથી. ફક્ત ઉપરનો Career Objective અને Skills નો ક્રમ એ નોકરી પ્રમાણે ગોઠવો. બાકીનું એ જ રહી શકે.
મોકલતા પહેલાં ૩૦ સેકન્ડનું ચેકલિસ્ટ
- ફક્ત જરૂરી અંગત માહિતી
- ૨ લીટીનો, મારી નોકરી માટેનો Objective
- ૬-૮ ચોક્કસ skill
- દરેક પ્રોજેક્ટમાં પરિણામ
- નામવાળું ઇમેઇલ, સાચો નંબર, સ્પેલિંગ ચેક
- ૧ પાનું, PDF, મારા નામવાળી ફાઇલ
- કામ બતાવતી, ખૂલતી લિંક
આ સાતેય વાત ધ્યાનમાં રાખીને બનેલો મફત CV મેકર
abhibhi.com પર તમારા ફિલ્ડની ૨૦ ડિઝાઇનમાંથી CV બનાવો, જૂનો CV અપલોડ કરીને નવા ફોર્મેટમાં લાવો, અને CV ચેકઅપથી સુધારાનાં સૂચનો મેળવો. ન લોગિન, ન જાહેરાત; તમારી માહિતી તમારા ફોનમાં જ રહે છે.